Skip to content ↓

રિમોટ લર્નિંગ દ્વારા તમારા બાળકને ટેકો આપવો

અહીં  પ્રેસ્ટન મેનોર, અમારું લક્ષ્ય છે કે આપણે ભણતર પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપીએ અને અમે ખાતરી રાખીએ છીએ કે શાળા બંધ હોય ત્યારે પણ રિમોટ લર્નિંગ દ્વારા તમારા બાળકને ટેકો આપવો ચાલુ રહે.

અમને અમારી સમાવિષ્ટ શાળા પર ગર્વ છે, અને અમારી દૂરસ્થ શિક્ષણ("રિમોટ લર્નિંગ)" યોજનામાં આ શક્ય તેટલું પ્રતિબિંબિત કરવાનું લક્ષ્ય છે. અમે જાણીએ છીએ કે ટેકનોલોજી મુખ્ય ભૂમિકા છે, પરંતુ સમજીએ કે દરેક સમયે88888 ઇન્ટરનેટ અથવા તેમના પોતાના લેપટોપ અથવા ટેબ્લેટની સુવિધા હોતી નથી. અમે અમારા વિદ્યાર્થી સંગઠન સાથે વાત કરી છે અને જ્યાં જરૂર છે ત્યાં ‘ફક્ત કાગળ’ સંસાધનો ઉપલબ્ધ કરાવીશું.

શક્ય હોય ત્યાં, વિદ્યાર્થીઓને તેમના સામાન્ય સમયપત્રકનું પાલન કરવાનું અને “Go4School” દ્વારા તેમના દૂરસ્થ શિક્ષણ કાર્યોને પ્રવેશ કરવા કહેવામાં આવે છે. તેમના સામાન્ય સમયપત્રકનું અનુસરણ એ દિવસનું માળખું પૂરું પાડે છે, અને તે ખાતરી કરવા માટે મદદ કરે છે કે વિદ્યાર્થીઓ  શાળામાં હાજર હોય તો તે દરેક વિષયને એટલો સમય ફાળવવામાં આવે છે. શિક્ષકો પાઠના દિવસે સવારે નવ વાગ્યા સુધી બધી શીખવાની પ્રવૃત્તિઓ અપલોડ કરશે. કેટલીક પ્રવૃત્તિઓ અગાઉથી ઉપલબ્ધ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ હોઈ શકે છે. કૃપા કરીને તમારા બાળકને દિવસની દૂરસ્થ શિક્ષણ પ્રવૃત્તિઓ જોવા માટે દરરોજ સવારે “Go4Schools” માં પ્રવેશ (LOG-IN) કરવા માટે યાદ અપાવો. મોટાભાગના શિક્ષકો ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણ સંસાધનો અને ચાલુ પ્રતિસાદ પ્રદાન કરવા માટે પ્લેટફોર્મ તરીકે “Google classes ઉપયોગ કરશે. તે આવશ્યક છે કે તમારું બાળક દરરોજ તેમના પ્રેસ્ટન મેનોર ઇમેઇલ એકાઉન્ટને તપાસે અને” Google classroom” માં પ્રવેશ કરવા માટે કોઈપણ ‘વર્ગ કોડ’ (class-code)સ્વીકારે. તમારા બાળકના શિક્ષકો તેઓ બનાવેલા કામની દેખરેખ રાખશે, અને જો ડેડલાઇન સેટ દ્વારા કામ પૂર્ણ ન થયું હોય અથવા યોગ્ય ધોરણ સુધી પૂર્ણ થયું ન હોય તો તમારો સંપર્ક કરશે.

અમે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ આ નવી કાર્યકારી વ્યવસ્થામાં જુદી જુદી રીતે જવાબ આપશે. ઘણા લોકો તેને ખૂબ જ સરળતાથી લેશે અને આ તેમના માટે સ્વતંત્ર રીતે કાર્ય કરવાની ક્ષમતા વિકસાવવાનું ચાલુ રાખવાની તક હશે. જો કે, જેમને સ્વતંત્ર કાર્ય મુશ્કેલ લાગે છે તેઓ આ અઘરું લાગશે અને વધુ ટેકા ની જરૂર પડશે. અમે વિદ્યાર્થીઓ અને માતાપિતાને ખાતરી આપવા માંગીએ છીએ કે શિક્ષક દૂરથી કામ કરશે અને જ્યાં જરૂરી છે ત્યાં આ આધાર આપવા માટે ઉપલબ્ધ રહીશું. અમારી ઉચ્ચ આશાઓ છે પરંતુ સમયની અનુસરે કામ કરીયે છે.

મહેરબાની કરીને ધ્યાન રાખો, કે શાળાના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ એ એક નોંધપાત્ર પરિવર્તન છે. અમે શક્ય તેટલી ઝડપથી અનુકૂલન કરીશું, અને અમારા બધા વિદ્યાર્થીઓને ઉત્તમ અને યાદગાર શિક્ષણ આપવાનું ચાલુ રાખવાની ખાતરી કરવા માટે સખત મહેનત કરીશું.

આધાર માટે ઉપયોગી લિંક્સ (links) સાથે, તમારું બાળક શાળામાં સામાન્ય રીતે અનુસરે છે તે અભ્યાસક્રમની માહિતી પણ તમે ઉપલબ્ધ  કરી શકો છો

 

માતાપિતા અને વિદ્યાર્થીઓ માટે ટિપ્સ

દરરોજ સવારે :”Go4schools” અને તમારા પ્રેસ્ટન મેનોર ઇમેલ તેને જાળવી રાખવું એકાઉન્ટને તપાસો. ખાતરી કરો કે તમે Google classroom ને ઉપલબ્ધ કરવા માટે કોઈપણ ‘વર્ગ કોડ’”class code સ્વીકાર. કરો.

દિનચર્યાઓ(time-table) અને અપેક્ષાઓ સ્થાપિત કરો: શાળામાં પ્રારંભ સમય, વિરામ અને બપોરના સ્પષ્ટ સમય છે. આ નિયમિત તેને જાળવી રાખવું સકારાત્મક કાર્ય નીતિ જાળવવા માટે મદદ કરી શકે છે. તમારા પાયજામાસમાં દિવસ પસાર કરવાનું ટાળો!

કઈ જગ્યામાં કામ કરવું તે નક્કી કરો: આનાથી અન્ય અવરોધો વિના તમારા શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બનશે.

દિવસની યોજના, અને આગળના પાઠ વિશે વાત કરો:

ઘરે કામ કરવા માટે વિસ્તૃત સમય પસાર કરવો એ અજાણ્યો અનુભવ છે. વસ્તુઓ કેવી રીતે ચાલી રહી છે તે વિશે વાત કરવાથી કોઈપણ સમસ્યાઓની પૂર્વ-સહાય કરવામાં મદદ મળી શકે છે.

ચાલુ અને  ઓફ-લાઇન ( offline) રહેવાનો સમય સેટ કરો: ઘરે કામ કરતી વખતે સામાન્ય કરતાં વધુ સ્ક્રીનનો સમય રહેશે. તમારે કુટુંબના સભ્યો સાથે ઉપકરણો શેર કરવા પડશે, અને સમય મર્યાદા અગાઉથી સેટ કરવી તે સફળતાપૂર્વક સંચાલિત કરવામાં મદદ કરી શકે છે. એ જ રીતે, દિવસમાં સંતુલનની ભાવના જાળવવા  ઓફ- લાઇન  સમય પસાર કરવો મહત્વપૂર્ણ છે.

કસરત કરવાનું યાદ રાખો:

તમારી સુખાકારી શારીરિક પ્રવૃત્તિ દ્વારા વાધે છે, તેથી આ માટે સમય નિકાલો પી ઇ ટીમ (PE team) કેટલીક ઉત્તમ પ્રવૃત્તિઓનું આયોજન કરશે, જ્યારે તમે ઘરેથી કામ કરી રહ્યા હોવ ત્યારે સંપૂર્ણ રીતે સામાન્ય છે, કે તમે બેચેની અનુભવો,  તો તે ખરેખર મદદ કરી શકે છે,

કોઈ પુસ્તક વાંચો: તમારી શબ્દભંડોળ અને વાંચવાની કુશળતા વિકસાવતી વખતે મુકત થાવ  અને આરામ પ્રાપ્ત કરો.

 

સલામતી        

જો તમે તમારા બાળકને સુરક્ષિત અને સારી રીતે રાખવા માટે માહિતી શોધી રહ્યા છો, તો કૃપા કરીને નીચેની લિંક્સ(links) જુઓ.

અમારી શાળા વેબસાઇટમાં ઘણાં સંસાધનો અને લિંક્સ (links) છે જે કદાચ તમારી સહાય કરવામાં સમર્થ થસે:

 પ્રેસ્ટન મેનોર ખાતે સલામતી. (Safeguarding at Preston Manor) .

 

તમે સલામતીની ચિંતા સાથે નીચેનાનો સંપર્ક કરી શકો છો:

ચાઇલ્ડલાઈન (Childline): : https://www.childline.org.uk/ અથવા 0800 1111

બ્રેન્ટ ફેમિલી ફ્રન્ટ ડોર(Brent family Front door):

https://www.brent.gov.uk/services-for-residents/children-and-family-support/child-protection-and-care/child-protection/contact-our-protection-team/  અથવા 020 8937 4300

યાંગ માઇન્ડ (youngminds : https://youngminds.org.uk/  અથવા 0808 802 5544 પર માતા-પિતાની હેલ્પલાઇન પર કૉલ કરો

જો કોઈને તાત્કાલિક  જોખમમાં હોય તો કૃપા કરીને 999 પર  કૉલ કરો

 

ઇ- સલામતી (e-safety)

રિમોટ લર્નિંગના આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી ઓન-લાઇન વધુ સમય પસાર કરશે. તેથી તે જરૂરી છે કે આપણે વિદ્યાર્થીઓને ઓન લાઇન સુરક્ષિત રેહવાનુ મહત્વ યાદ અપાવીએ. તમારી જાતને ઓન-લાઇન  સુરક્ષિત કેવી રીતે  રાખવી તે નીચેની કડી(link) વિદ્યાર્થીઓને આપેલી સલાહ છે.

 How to Keep Yourself Safe On-Line During Corona Virus

કૃપા કરીને તમારા બાળકો સાથે ઇ-સલામતીની ચર્ચા કરો. નીચેની કડી(link) માતાપિતાને તેમના સંભવિત બાળકને શક્ય તેટલું સુરક્ષિત રાખવામાં સહાય કરવા માર્ગદર્શનનો સારાંશ છે. કોરોના વાયરસ દરમિયાન તમારા બાળકને સલામત રાખવી

Keeping Your Child Safe On-Line During the Corona Virus

અમારી શાળા વેબસાઇટ પર વધુ માહિતી અને સપોર્ટ મળી છે

https://www.preston-manor.com/page/?title=Online+Safety+%28E%2DSafety%29&pid=185

 મહેરબાની કરીને નોંધ કરો કે અમારી પાસે શાળા વેબસાઇટના હોમપેજ પર સીઈઓપી (CEOP)બટન છે, જેથી પોલીસને તરત જ ઓન લાઇન દુરૂપયોગની જાણ કરી શકાય.

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

મારા બાળકનું પાઠ ક્યાં છે?

બધી શીખવાની પ્રવૃત્તિઓ Go4Schools પર રહેશે અથવા ત્યાંથી સાઇનપોસ્ટ કરવામાં આવશે. દિવસની શીખવાની પ્રવૃત્તિઓ જોવા માટે તમારા બાળકને દરરોજ સવારે Go4schools માં પ્રવેશ કરવો જોઈએ. તેમાંના ઘણા ગૂગલના વર્ગખંડમાં (Google classrooms) હશે, કારણ કે આ પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણીને સમર્થન આપે છે.

મારું બાળક Go4Schools માં પ્રવેશ નથી શક્તો. મારે શું કરવું જોઈએ?

તમારું બાળક ઘરેથી તેમના Go4schools પાસવર્ડને ‘ભૂલી પાસવર્ડ ’( forgot password) પર ક્લિક કરીને ફરીથી સેટ કરી શકે છે. Go4Schools ની પેરેંટિંગ માર્ગદર્શિકા માટે કૃપા કરીને નીચેની લિંકને અનુસરો:

https://www.preston-manor.com/page/?title=Online+Safety+%28E%2DSafety%29&pid=185

મારા બાળકની શીખવાની પ્રવૃત્તિઓ ક્યારે ઉપલબ્ધ થશે?

બધા શિક્ષકો Go4schools પર પાઠ પ્રવૃત્તિઓ અપલોડ કરવા અને વિદ્યાર્થીઓ માટે દરરોજ સવારે 9.00 વાગ્યા સુધી તૈયાર કરવાનું લક્ષ્ય રાખશે. અમે વિદ્યાર્થીઓને દરેક પાઠની પ્રવૃત્તિઓ પર લગભગ 55 મિનિટ વિતાવીને, દિવસ માટે તેમના સામાન્ય સમયપત્રકનું પાલન કરવાનું કહીએ છીએ. કેટલીક પ્રવૃત્તિઓ અગાઉથી ઉપલબ્ધ હોઈ શકે છે, તેથી કૃપા કરીને તપાસો કે તમારું બાળક યોગ્ય પ્રવૃત્તિ પૂર્ણ કરી રહ્યું છે.

જો તમારું બાળક વર્ષ  7-9 હોઇ તો,  અભ્યાસક્રમ પુસ્તિકા (અહીં ક્લિક કરો) (click here છે, જે માતાપિતાને જાણ કરે છે કે કયા વિષયો શીખવવામાં આવે છે અને ક્યારે, તેમજ ઉપયોગી ઓન-લાઇન સ્રોતો જેનો ઉપયોગ તમે તમારા બાળક સાથે તેમના શિક્ષણને ટેકો આપવા માટે કરી શકો છો.

મારા બાળકને ભણવાની પ્રવૃત્તિ ક્યાં પૂર્ણ કરવી જોઈએ?

આ દરેક વિષય અને દરેક કાર્ય માટે અલગ અલગ હશે. સૂચનાઓ પાઠ પ્રવૃત્તિઓમાં રહેશે. જો તેમને ખાતરી ન હોય તો, તેઓએ તેમની નોટબુક ઉપયોગ કરવો જોઈએ અને  કામ પૂર્ણ કરવું જોઈએ.

હું જાણું છું કે ઘણી બધી શીખવાની પ્રવૃત્તિઓ ગૂગલના વર્ગખંડમાં છે પણ તે કામ કરતું નથી લાગતું?

.તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરને ગૂગલ ક્રોમમાં સેટ કરવાનો પ્રયાસ કરો. આ વધારે કાર્યક્ષમતા આપી શકે છે.

મારા બાળકને શું કરવું તે સમજાતું નથી. તેઓ મદદ કેવી રીતે મેળવી શકે?

શિક્ષકો દૂરસ્થ કાર્ય કરશે અને તેથી તમારું બાળક તેમના શિક્ષકને ઇમેઇલ કરી શકે. શિક્ષકો શક્ય તેટલી વહેલી તકે પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરશે. જો તમારું બાળક તેમના ભણતરના બીજા પાસા સાથે આગળ વધી શકે તો શિક્ષકને તેમના પ્રશ્ન નો જવાબ આપવા માટે સમય પ્રાપ્ત કરી શકે.  તેઓ દરેક વર્ગના 30 વિદ્યાર્થીઓ સાથે એક દિવસમાં પાંચ પાઠ ભણાવે છે, તો શિક્ષકો દિવસમાં 150 વિવિધ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી શકે છે. જો. વિદ્યાર્થીઓ એક કરતા વધારે પ્રશ્નો પૂછે તો આનો અર્થ એ થશે કે શિક્ષકો તરત જ જવાબ આપવા માટે સમર્થ નથી, આ પરિસ્થિતિમાં પછીના પાઠમાં સંબોધન કરશે.

શું આ રીમોટ લર્નિંગ પ્લાન છઠ્ઠા ફોર્મમાં વિદ્યાર્થીઓને લાગુ પડે છે?

હા, એકદમ. અમે ખાતરી કરવા માંગીએ છીએ કે અમારા બધા શીખનારાઓ સખત મહેનત કરતા રહે છે અને દરરોજ તેમની શીખવાની પ્રવૃત્તિઓને ઉપલબ્ધ  કરે.

જો મને કોઈ પ્રશ્ન હોય તો હું કોઈની સાથે સંપર્ક કેવી રીતે કરી શકું?

મહેરબાની કરીને ધ્યાન રાખો કે ઓન લાઇ  શિક્ષણ એ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે નવો અનુભવ  છે. આપણે બધા શક્ય તેટલી ઝડપથી અનુકૂલન કરીશું, પરંતુ જેટલી વધુ પૂછપરછો અમને પ્રાપ્ત થશે, તેનો જવાબ આપવા માટે તે વધુ સમય લેશે. જો તમારી પૂછપરછ આવશ્યક હોઇ , તો કૃપા કરીને અમારો સંપર્ક કરવામાં અચકાશો નહીં.

જો તે તાત્કાલિક ના  હોઇ તો પછી જો ફરી જ્યારે શાળા ખુલે ત્યાં સુધી તમે રાહ જુઓ તો સારું રહેશે.

જો તમારી પાસે સામાન્ય ‘વર્ષ જૂથ’(year group) પ્રશ્ન છે, તો કૃપા કરીને તમારા બાળકના વર્ષ જૂથને ઇમેઇલ કરો:

વર્ષ 7 - DSD7@preston-manor.com

વર્ષ 8 - DSD8@preston-manor.com

વર્ષ 9 -- DSD9@preston-manor.com

વર્ષ 10 DSD10@preston-manor.com

વર્ષ 11 - DSD11@preston-manor.com

6 ઠ્ઠું ફોર્મ - DSD12-13@preston-manor.com

જો તે અલગ તાત્કાલિક પૂછપરછ હોઇ , તો કૃપા કરીને   Info@preston-manor.com પર ઇમેઇલ કરો

કૃપા કરી એક સમયે ફક્ત એક સંપર્ક સરનામું વાપરો. એક જ સમયે અનેક સરનામાં પર સંદેશ મોકલવાથી આપણો પ્રતિસાદ ઝડપી થવાના બદલે ધીમું થવાની સંભાવના છે.

મારું બાળક સામાન્ય રીતે શાળાના સલાહકારને જુએ છે. હવે શું વ્યવસ્થા છે?

જો તમારું બાળક સલાહકારોમાંથી કોઈને જુએ છે, તો તેઓ તેમના શાળાના સલાહકાર દ્વારા ફોન અથવા ઇમેઇલ દ્વારા શક્ય હોય ત્યાં સંપર્ક કરશે. જ્યાં શક્ય હોય ત્યાં સંબંધિત શાળાના સલાહકારએ તમારા બાળક સાથેના સંમત સંપર્ક અંગે પહેલેથી જ ચર્ચા કરી છે.

“સેન સપોર્ટ” હવે કેવી રીતે કાર્ય કરશે?

સેન સ્ટાફ EHCPs વાળા અમારા બધા વિદ્યાર્થીઓ સાથે નિયમિત સંદેશાવ્યવહાર કરશે - ફોન દ્વારા અથવા ઇમેઇલ દ્વારા. અમારા LSA એ પાઠ માટે ગૂગલના વર્ગખંડોના સભ્યો છે જ્યાં તેઓ સામાન્ય રીતે સમર્થન આપે છે. તમારા બાળકના વિષય શિક્ષકના સહયોગથી, તેઓ મુખ્ય વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહેશે, તે સુનિશ્ચિત કરશે કે કાર્ય સુલભ છે અને સલાહ આપે છે અથવા આગળ કામ કરે છે જ્યાં તેમને પ્રોત્સાહનની જરૂર હોય.

જ્યાં યુવાનો SEN હસ્તક્ષેપોમાં શામેલ હોય છે, જેમ કે વ્યક્તિગત કરેલા અભ્યાસક્રમ અથવા અભ્યાસ આધાર,

ઉદાહરણ તરીકે, અમારી પાસે અમારા” વર્ચુઅલ હબમાં” વિદ્યાર્થીઓ માટે Google વર્ગખંડો ગોઠવવામાં આવ્યા છે. વધુમાં, જે વિદ્યાર્થીઓને સાક્ષરતા, અંકો અને / અથવા સફળતા માટેના અન્ય આવશ્યક કુશળતામાં વધુ ટેકોની જરૂર હોય છે, સેન સ્ટાફ” વિદ્યાર્થીઓને યોગ્ય કાર્યની ઉપલબ્ધ તા ની ખાતરી કરશે કે તેઓ વ્યક્તિગત પ્રતિસાદ સાથે, નિયમિત ધોરણે, સ્વતંત્ર રીતે પૂર્ણ કરી શકે.

મારું બાળક(school-meal) શુલ્ક શાળા ભોજન માટે પાત્ર છે.  તમે મદદ કરી શકો?

અમે સરકારની વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ. જ્યારે  અમે વધુ જાણીશું  તે વખતે અમે તમને સંપર્ક કરીશું.

મારું બાળક છઠ્ઠા ફોર્મ બર્સરી માટે પાત્ર છે.  આની શું વ્યવસ્થા છે?

તેઓ સામાન્ય રીતે તેઓની આવક મેળવશે, જો તેઓ તેમના દૂરસ્થ શિક્ષણ પર સખત મહેનત કરે.

શું અમારું બાળક પુસ્તકો સંગ્રહવા માટે શાળા બંધ છે તે વખત  પાછા આવી શકે?

હમણાં નહિ. દરેકના રક્ષણ માટે ‘સામાજિક અંતર’ બનાવવા માટે શાળાઓ બંધ કરવામાં આવી છે. જો કોઈપણ ફેરફાર થાય, તો અમે તમને જણાવીશું.

તમે ક્યારે ફરી ખોલશો?

અમે સ્થાનિક અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે વારંવાર સંપર્કમાં રહીએ છીએ. સલાહ ઉપલબ્ધ થતાં જ અમે અમારી વેબસાઇટ પર ફરીથી ખોલવાની યોજનાઓ શેર કરીશું. બને તેટલી વહેલી તકે દરેક  પાછા આવવા આના માટે અમે ખૂબ આતુર છીએ.

કોવિડ -19 પર અપડેટ્સ અહીં મળી શકે છે

https://www.gov.uk/government/topical-events/coronavirus-covid-19-uk-government-response

20 મી એપ્રિલથી ટર્મ શરૂ થશે ત્યારે વિદ્યાર્થીઓ તેમનું શિક્ષણ કેવી રીતે ચાલુ રાખશે તે અંગે નિર્ણય લેવા અમે 15 મી એપ્રિલની પરિસ્થિતિની સમીક્ષા કરીશું